પઠાણકોટ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. બીએસએફની આ કાર્યવાહીમાં એક ઘુસણખોર માર્યો ગયો. મળતી માહિતી મુજબ, BSF જવાનોએ પઠાણકોટ સરહદી વિસ્તારના તાશપટન ખાતે આંતરરાષ્ટ્રીય સરહદ પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ. આ પછી BSF ટીમ એક્શનમાં આવી. આ દરમિયાન, એક ઘુસણખોર આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય સરહદમાં પ્રવેશી રહ્યો હતો. બીએસએફના જવાનોએ ઘુસણખોરને પડકાર ફેંક્યો. પરંતુ ઘુસણખોરે આ પડકારોને અવગણ્યા અને આગળ વધતો રહ્યો. ખતરાને સમજીને, BSF જવાનોએ આખરે ઘુસણખોરને ઠાર માર્યો. બીએસએફ ઘુસણખોરની ઓળખ અને હેતુ જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, બીએસએફનું કહેવું છે કે સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસ બદલ પાકિસ્તાન રેન્જર્સ સમક્ષ કડક વિરોધ નોંધાવવામાં આવશે.

- February 26, 2025
0
79
Less than a minute
You can share this post!
editor