થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા

થરાદમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની ઘાતકી હત્યા

થરાદના ડુવા ગામમાં પ્રેમલગ્ન કર્યાની અદાવત રાખી યુવતીના સગાઓએ મંગળવારે સાજે ઘરે જઇ રહેલા યુવકના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેમાં પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતાની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

થરાદ તાલુકાના ડુવા ગામના શ્રવણભાઈ પ્રહલાદભાઈ ડાંગીએ પાવડાસણની યુવતી સુખીબેન શાંતિજી વણકર સાથે આશરે 20-25 દિવસ પહેલા રજીસ્ટ્રેશન મેરેજ કર્યા હતા. મંગળવારના રોજ સાંજે આશરે નવ વાગ્યે શ્રવણભાઈ તેમના પિતા, પત્ની અને ભાઈ-ભાભી સાથે ગાડી લઈને જઇ રહ્યા હતા. ત્યારે યુવતીના સગાઓએ ધાખા રોડ ઉપર પાવડાસણ ત્રણ રસ્તા નજીક ચાર ગાડીઓમાં આવીને શ્રવણભાઈની ગાડીને ઘેરી લીધી હતી. આરોપીઓએ લાકડી, પાઇપ અને છરી જેવા હથિયારો લઈને શ્રવણભાઈનાં પરિવાર પર હુમલો કર્યો હતો. શ્રવણભાઈની પત્ની સુખીબેનને ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો.

જેથી શ્રવણ ભાઈનાં પિતા પ્રહલાદભાઈએ આરોપીને અટકાવતા પ્રહલાદભાઈને છરી સહિતના હથિયારોથી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા. શ્રવણભાઈને તથા તેમના ભાઈ અને ભાભીને પણ લાકડી તથા પાઇપ વડે ઈજાઓ પહોંચાડી તેમની ગાડીના કાચ તોડી નુક્સાન કર્યું હતું. બાદમાં 108 મા ઘાયલોને ધાનેરા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકનાં પુત્ર જબરાભાઈ એ 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *