થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં મૃતદેહો મળવાનો ઘટનાક્રમ યથાવત રહેતાં શનિવારે ફરી બે મૃતદેહો મળી આવ્યા છે. બનાવને લઇને ચકચાર પ્રસરવા પામી છે. થરાદની નર્મદા નહેરમાંથી શનિવારે યુવક-યુવતી બંને પરણિત અને વાલ્મિકી સમાજના યુવક યુવતીના મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ડેલ પુલ નજીકથી મળી આવેલા યુવક અને યુવતીના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢ્યા છે. બંનેની ઓળખ થઇ ગઈ છે. બંને પરણિત અને વાલ્મિકી સમાજના છે.
ફાયર બ્રિગેડને ડેલ પુલ અને સણધર પુલ વચ્ચે મૃતદેહ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને મૃતદેહને બહાર કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતક યુવક રામાભાઈ બે બાળકોનો પિતા છે, જયારે મૃતક યુવતી ભારતીબેન એક બાળકની માતા છે. બંનેના મોત અંગે કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.