પવનના કારણે ઉડાન ચડતા વાતાવરણ ધુધળુ બન્યું જોકે વરસાદની શક્યતાઓ નથી; સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા ત્યારે 28 મેની રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં એક કી દોડી જેટલો વરસાદ નોંધાયો હતો. અને લોકોને આકરી ગરમી માંથી રાહત મળી હતી અને ત્યારબાદ જિલ્લામાં પવનની ગતિમાં વધારો થતા શનિવારે સરહદી વિસ્તારમાં ૧૫ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો જેનાથી લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે પરંતુ પવનની ગતિને કારણે જીલ્લાના મોટાભાગના વિસ્તારો ના આકાશમાં રેતીનું ઉડાણ ચડયું છે રણની કાંધી પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ આકાશમાં ચડી હતી. હવામાન નિષ્ણાતો ના મતે ગુજરાતના કેટલાક ભાગોમાં પવનની ગતિમાં વધારો થવાની આગાહી કરી હતી તે મુજબ વહેલી સવારથી પવન માં વધારો થતા જીલ્લાના કેટલાક ભાગોમાં ધુળની ડમરીઓના કારણે વાતાવરણ પણ ધુધળુ બની જવા પામ્યું હતું.
ડીસામાં ગરમીનો પારો ૩૮ ડિગ્રી નોંધાયો; છેલ્લા કેટલાક દિવસોથી સતત ઊંચકાઈ રહેલો ગરમીનો પારો કમોસમી વરસાદ બાદ ઘટાડો નોંધાયો છે. જેમાં શનિવારના રોજ ડીસાનું મહત્વનું તાપમાન 38 ડિગ્રી નોંધાયું છે અને પવન ના કારણે ગરમીથી રાહત મળી છે. Nત્યારે આગામી દિવસોમાં પણ ગરમીથી લોકોને રાહત મળવાની શક્યતા રહેલી છે.
બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં વરસાદની શક્યતાઓ નહીંવત; થોડા દિવસો અગાઉ થયેલા કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં સુધારો થતા હવે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતાઓ નહીવત હોવાનું હવામાન વિભાગ દ્વારા માહિતી મળી રહી છે.