મહેસાણા જિલ્લાના કટોસણમાં બુટલેગરે પીઆઈ પર નોટોનો વરસાદ : પીઆઈ સસ્પેન્ડ કરાયા

મહેસાણા જિલ્લાના કટોસણમાં બુટલેગરે પીઆઈ પર નોટોનો વરસાદ : પીઆઈ સસ્પેન્ડ કરાયા

મહેસાણા જિલ્લાના છેક છેવાડાના કટોસણ ગામ ખાતે શક્તિ માતાજીની પાટોત્સવના પ્રસંગે મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એમ.એમ.વરચંદ પર અમુલ બુટલેગરોએ સ્વાગત સન્માન માટે ચલણી નોટોનો વરસાદ કરતા હોવાનો વિડીયો વાયરલ થતાં જ પીઆઈ વરચંદ પર જિલ્લા પોલીસ અધિક્ષકનું ચાબુક ચાલતાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.

સમગ્ર ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના કટોસણ ગામમાં આયોજીત લોકડાયરામાં હાજર રહેલા સાંથલ પોલીસ સ્ટેશનના PI પર બુટલેગરે ચલણી નોટનો વરસાદ કર્યો હતો અને ત્યાં હાજર લોકોએ આ પ્રસંગનો વિડીયો ઉતાર્યો હતો. જે વિડીયો બાદમાં વાઈરલ થઈ જતા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાંથલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા અને આયોજકોના આમંત્રણને માન આપીને શક્તિ માતાજીના પાટોત્સવમાં હાજરી આપવા ગયેલા પરંતુ કટોસણ ગામના સરપંચ અને અગ્રણીઓ દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ડાયરામાં જ્યારે પી.આઈ. સ્ટેજ પર હતા ત્યારે બુટલેગર અજિત સિંહ અને અર્જુન સિંહ દ્વારા તેમના પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આમ કટોસણ ગામમાં યોજાયેલા દાયરાના કાર્યક્રમમાં પીઆઈ પર બુટલેગરો દ્વારા કરવામાં આવેલા ચલણી નોટોના વરસાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ડીએસપીએ સમગ્ર બનાવ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ કરવાના આદેશ કરતા સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ એમ.એમ. વરચંદને ડીએસપી દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવતાં સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ઓહાપોહ મચાવી દીધો છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *