સ્થળેથી એક કાર મળી, મોતનું કારણ અકબંધ; મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો; મહેસાણા પાસેની ઘટના
મહેસાણાના હનુમંત હેડુંવા ગામથી પસાર થતી રેલવેલાઇનના બ્રિજ નીચે એક યુવકની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી હતી. આ બનાવની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સ્થળેથી પોલીસને એક કાર પણ મળી છે. હાલમાં તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક નજીકના ગામનો રહેવાસી મહેસાણા મહાનગરના હનુમંત હેડુવા ગામ વિસ્તારની સીમમાંથી પસાર થતી મહેસાણા અમદાવાદ રેલવેલાઇન પરના લોખંડના રેલવેબિજ પરથી એક યુવકની લટકતી હાલતમાં લાશ મળી હતી. લટકતી લાશને જોઈ ત્યાંથી પસાર થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું, જોકે બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં મહેસાણા તાલુકા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એમાં પોલીસને મળેલી જાણકારી મુજબ, મૃતક યુવક નજીકના શોભાસણ ગામમાં રહેવાસી પંકજભાઈ પટેલ આશરે ઉં.વ.32 હોવાનું જાણવા મળ્યું હતું.

