બિહારના કટિહાર જિલ્લામાં રવિવારે ગંગા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. બોટમાં 17 લોકો સવાર હતા. તેમાંથી 10 લોકો તરીને કિનારે પહોંચ્યા હતા, પરંતુ ત્રણના મોત થયા હતા જ્યારે અન્ય ચાર લાપતા હતા. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે અમદાવાદ વિસ્તારમાં ગોલાઘાટ પાસે બોટ પલટી ગઈ હતી, જેમાં 17 લોકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં દસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના લોકો તરીને કિનારે પહોંચ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ મનેશ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “ચાર ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.” આ ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.