ગુજરાત રાજ્યમાં સિલસીલાવાર શિક્ષણ જગતના શિક્ષકોના મોતની ઘટનાઓ બનતી હોય તેમ રાજ્યના એક પછી એક શહેરોમાંથી ચૂંટણી પંચની કામગીરી કરતા બીએલઓ તરીકે સેવા આપતાં શિક્ષકો સરકારી કામગીરીના અતિશય ભારણથી મોતને ભેંટી રહ્યા છે તેવામાં ઉપરા ઉપરી બનતી આ ઘટનાઓમાં એક ઘટના મહેસાણા જિલ્લાના સતલાસણા નજીક આવેલા ગામમાં બનવા પામી છે. જેમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા એક શાળાના શિક્ષક ફરજની કામગીરી દરમિયાન છાતીમાં અચાનક દુઃખાવો થવાથી મોત નીપજ્યું છે.
સતલાસણા તાલુકાના સુદાસણ ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાવળનું હાર્ટ એટેકથી મરણ થયું છે. ઓનલાઈન ફોર્મ અપડેટ કરવાની પ્રક્રિયામાં વારમવાસર સારવાર ઠપ્પ થઈ જવાની સમસ્યાને લીધે દિવસે ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય દિનેશભાઇ પોતાની કામગીરી રાત્રી દરમિયાન કરતા હતા જેથી સારવારની સ્પીડ સારી મળી રહે અને કામગીરી ઝડપી પૂર્ણ કરી શકાય. લગભગ 2 વાગ્યે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા. એ દરમિયાન દિનેશભાઈને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક સારવાર અર્થે વડનગર ખાતે લાઇ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજતા સુદાસણ ગામની શાળા સહિત
સુદાસણ ગામ શોકમગ્ન બની ગયું છે.સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય ફરજ બજાવતા દિનેશકુમાર મેલાભાઈ રાવળને BLO તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બુથ નંબર 38માં SIRની કામગીરી ચાલી રહી હતી. સર્વર ઠપ્પ થઈ જવાના લીધે દિનેશભાઈ ઘણા દિવસોથી રાત્રે ઊઠી ફોર્મ અપલોડ કરતા હતા. છેલ્લાં ઘણા દિવસની જેમ ગતરોજ રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એ દરમિયાન છાતીમાં દુખાવો ઊપડતા આ બાબતે તેમણે પરિવારજનોને જાણ કરતાં ગામમાં દવાખાને લઈ ગયા પરંતુ ત્યાં સારવાર ન મળતાં તાત્કાલીક સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતાં જ્યાં હાજર તબીબે દિનેશભાઇને મૃત જાહેર કર્યા હતાં.
SIRની કામગીરીમાં શિક્ષકોમાં કામનું ભારણ વધી ગયું હોય તેમ ટૂંકાગાળાની અંદર જે એમને આપેલું કાર્ય સમય પ્રમાણે પૂર્ણ કરી ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે. તેમાંય એમાં ખાસ કરીને જ્યારે સર્વર બરાબર કામ ન કરતું હોય ત્યારે કરેલી કામગીરીના ફોર્મની દેતા એન્ટ્રી અપલોડ કરવાના હોય છે ત્યારે વર્કલોડના દબાણ થોડું વધુ રહેતું હોય છે જેના કારણે શિક્ષકો એક પ્રકારના દબાણ અને ભારણ હેઠળ પોતાની કામગીરી જીવના જોખમે કરતાં હોય છે.

