ભાજપના નવ નિર્વાચિત પ્રદેશ પ્રમુખના સિદ્ધપુર ખાતે અભિવાદન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો વચ્ચે ધમાચકડી

ભાજપના નવ નિર્વાચિત પ્રદેશ પ્રમુખના સિદ્ધપુર ખાતે અભિવાદન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો વચ્ચે ધમાચકડી

ભાજપના કાર્યકરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન સાથે હાથાપાઈ કરતાં વાતાવરણ ડહોળાયુ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે વરાયેલા જગદીશ વિશ્વકર્માએ શુક્રવારના પવિત્ર દિવસથી સમગ્ર ગુજરાતમાં મા અંબાના આશીર્વાદ લઇ પ્રવાસનો પ્રારંભ કર્યો છે ત્યારે તેઓના પ્રવાસ દરમિયાન સિદ્ધપુર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દેથળી ચાર રસ્તા ખાતે બપોરે આવી પહોચતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનો અને કાર્યકરો ભારત માતા કી જયના નાદ વચ્ચે તેઓને આવકાયૉ હતાં.

જોકે આ કાર્યક્રમમાં  ઉપસ્થિત હેકડેઠઠ ભીડમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના આગેવાનોના મોબાઈલ ફોન તેમજ પાકિટ ચોરાતા કાર્યક્રમ સ્થળ પર પુરતો પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે આ ઘટનાઓ સજૉઈ હોવાનો ગણગણાટ સ્થળ પર સાંભળવા મળ્યો હતો. તો ભાજપ દ્વારા પણ કોઈજ વ્યવસ્થા થઈ નહીં હોવાથી સ્વાગત કરવા માટે લોકોએ ભારે અફરા તફરી મચાવી હતી. તો કાર્યક્રમ દરમિયાન  ભાજપના એક કાર્યકરે કોઈ બાબતે ઉશ્કેરાઈને જિલ્લા ભાજપના આગેવાન વચ્ચે હાથાપાઈ કરતાં વાતાવરણ ડહોળાયુ હતું જોકે ભાજપના અન્ય આગેવાનો સહિત પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો.

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ પણ પરિસ્થિતિ પારખી કોઈ સંબોધન કર્યા વિના કે મીડિયાને સંબોધ્યા વગર રવાના થઈ ગયા હતા. સિધ્ધપુરના ઇતિહાસમાં કોઈ નેતાના સન્માન સમારોહમાં કદાચ આવડી મોટી તફડંચી સાથે અફડાતફડી મચી હોય તેવું પહેલીવાર જોવા મળ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 

 

 

  • Beta

Beta feature

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *