ડીસામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

ડીસામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

આજે યુગપુરુષ અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશ સાથે ડીસા શહેરમાં પણ ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીસા શહેર ભાજપ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર કરી તેમના આદર્શોને યાદ કરવામાં આવ્યા હતા.

​ડીસા શહેર ભાજપના અમૃતભાઈ દવે, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, વર્ષાબેન પટેલ,નિલેશભાઈ ઠક્કર,સહિત હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.તેમજ શહેર કોંગ્રેસના મુકેશભાઈ પરમાર, અશ્વિનભાઇ પરમાર, પ્રકાશભાઈ ભરતિયા સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે “સ્વામી વિવેકાનંદે વિશ્વસ્તરે ભારતની સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો. તેમના ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ ના મંત્રને અનુસરીને આજના યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે જ સાચી શ્રદ્ધાંજલિ છે.”

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *