ડીસા તાલુકાના મુડેઠા ગામના અરણીવાડા રોડ પર ગુરુવારે આઠેય વાગ્યાના સાંજના સમયે ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના મુડેઠા ગામના (ભલાણી પાર્ટી) ના રાઠોડ સુરેશસિંહ કુંવરજી ઉંમર. ૧૮ જેઓ નોકરી કરતા હતા જે ગુરુવારે સાંજ ના સુમારે ટીફીન લેવા માટે પોતાના ઘરે જઈ રહ્યા હતાં તે દરમિયાન ડીસાના મુડેઠા સરકારી આરોગ્ય પેટા કેન્દ્ર આગળ અરણીવાડા રોડ પર મુડેઠા થી અરણીવાડા તરફ ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે હંકારીને બાઈક ચાલક ને ટક્કર મારતા માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ભીલડી સરકારી હોસ્પિટલમાં લાવેલ ડોક્ટરે યુવકને તપાસ કરતા મૃત જાહેર કર્યા હતા જેમનું પી.એમ કરાવી લાશને વાલીવારસોને સુપ્ત કરી હતી. ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને નાશી ગયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતી ગુનો નોંધી વધુ તપાસ ભીલડી પી.આઈ ડી.બી.પટેલ ચલાવી રહ્યા છે.

- March 15, 2025
0
40
Less than a minute
You can share this post!
editor