શિહોરી ડીસા નેશનલ હાઇવે પર રતનપુરા(શિ) પાસે બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટ્રેઈલર નં.આરજે.૫૮.જીએ.૦૦૭૮ ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભર્યું ડ્રાયવિંગ કરી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક મેઠાજી ભુદરજી ઠાકોર ઉ.વ. ૨૫ રહે કણઝરા તા ડીસાવાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને મૃતકના બાઈકના કુરચે કુરચા થઇ ગયા હતા. અકસ્માત સર્જાતા ટ્રેઈલર ચાલક પોતાનું ટ્રેઈલર લઇ ફરાર થઈ ગયો હતો પરંતુ લોકોએ ટ્રેઈલરને આગળ જતા અટકાવ્યું હતું અને શિહોરી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતકની લાશને શિહોરી રેફરલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને મૃતકના વાલીવારસોને જાણ કરતા વાલી વારસો શિહોરી આવી પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કરી ભાગેલા ટ્રેઈલરને શિહોરી પોલીસ લાવી ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- May 1, 2025
0
529
Less than a minute
You can share this post!
editor

