અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી; પાટણ- ચાણસ્મા હાઈવે માગૅ પર સ્વિફ્ટ કારના ચાલકે બાઈક સવારને ટકકર મારતા બાઈક સવાર કતપુર ગામના ઠાકોર વાસમાં રહેતા સિદ્ધેશજી ઠાકોરનું મોત નિપજ્યું હતું જયારે તેમના મિત્ર સુમિતજી ને ગંભીર ઈજા પહોંચાડી કાર ચાલક પોતાની કાર લઈને નાસી છુટ્યો હોય જે અકસ્માતની પાટણ તાલુકા પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની મળતી માહિતી મુજબ કતપુર ગામના સિદ્ધેશજી ઠાકોર પોતાના મોટર સાઇકલ પર પોતાના મિત્ર સુમિતજી ને લઈ રાજપુર તરફ જઈ રહ્યા હતા.આ દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર (GJ 24 AQ 1730)ના ચાલકે ગફલતભરી રીતે પોતાની કાર હંકારી બાઇકને ટક્કર મારી સિદ્ધેશજી ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજાવી તેના મિત્ર સુમિતજીને શરીરે નાની-મોટી ઈજાઓ પહોચાડી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. આઅકસ્માત ના બનાવની જાણ મૃતક સિદ્ધેશજીના પિતાએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરતાં પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા અજાણ્યા સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- April 4, 2025
0
383
Less than a minute
You can share this post!
editor

