૧૨ દિવસમાં ૧૬૪૮ કિલોમીટરનું અંતર કાપીને રેલી ભુજ પહોંચશે
૬૧ માં બીએસએફ સ્થાપના દિવસના સંદર્ભમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના ગૌરવશાળી યોગદાન અને ડ્રગ્સના દુરુપયોગ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય એકતા પર જાગૃતિ લાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા જમ્મુ- કાશ્મીરથી ભૂજ (ગુજરાત) સુધી એક મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને તે ૦૯ નવેમ્બર ૨૦૨૫ થી ૨૦ નવેમ્બર ૨૦૨૫ એમ ૧૨ દિવસ સુધી જમ્મુ કાશ્મીરથી ભૂજ સુધી આશરે ૧૬૪૮ કિલોમીટરનું અંતર કાપીને સંદેશો આપવામાં આવનાર છે.
આ મોટર સાઇકલ રેલીનો ભવ્ય ફ્લેગ ઓફ સમારોહ શહીદ વીર દેવ સ્ટેડિયમ,બીએસએફ કેમ્પ પલોરા ખાતે યોજાયો હતો, રેલીને ડિજી દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ રેલીનો હેતુ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવાનો છે. રેલીમાં ભાગ લેનારા અનેક રાજ્યોમાંથી પસાર થઈ આજે સુઈગામ નડાબેટ બોર્ડરથી વહેલી સવારે ભાભર ખાતે આવી પહોંચતા ભાભર પીઆઈ એસ. ડી. ચૌધરી, પોલીસ સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

