સંભવિત પ્રદેશ ભાજપના અધ્યક્ષને લઈ ચર્ચાઓ થશે અને નવા અધ્યક્ષની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જાય તેવી સંભાવના; ગુજરાત ભાજપના અધ્યક્ષની જાહેરાત ઘણા વખતથી પાછી ઠેલાઈ રહી છે. ત્યારે આજે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરવાના છે. સંભવિત પ્રદેશ ભાજપના અધ્યક્ષને લઈ ચર્ચાઓ થશે અને નવા અધ્યક્ષની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ જશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે