ભીલડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારૂ સબંધે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ભીલડી પોલીસને ખાનગી બાતમી હકીકત આધારે ભીલડી પોલીસ સ્ટાફ સાથે ખેટવા ત્રણ રસ્તા પાસે રોડ ઉપર વોચ તપાસમાં હતા આ કામના તહોમતદારો (૧) સુરેશજી રમેશજી ફુલાજી જાતે-ઠાકોર ઉ.વ.૨૪ ધંધો-મજુરી રહે-કંબોઈ(અઠાણી પાટી) તા-કાંકરેજ જી-બનાસકાંઠા હાલ રહે.ગણેશપુરા લાલાભાઈ ભગવાનભાઈ પટેલના ખેતરમા) તા.સિધ્ધપુર જી.પાટણ (૨) ભરતજી સોમાજી રણછોડજી જાતે-ઠાકોર ઉ.વ.૨૫ ધંધો-મજુરી રહે-તાવડીયા (દરજીવાસ) તા-સિધ્ધપુર જી-પાટણ વાળાઓએ ખેરાલુ પો.સ્ટે.જી.મહેસાણા વિસ્તારના વાવડી ગામેથી આઠ મહિના પહેલા રાત્રીના સમયે ચોરી કરેલ તે હીરો પેશન પ્રો બાઈક તેની કિંમત રૂ.30,000/-ની ગણી બી.એન.એસ.એસ.કલમ.૧૦૬ મુજબ કબ્જે કરી. સદરે બન્ને ઈસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઈ મુજબ અટક કરવામાં આવેલ છે. બને ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- March 23, 2025
0
84
Less than a minute
You can share this post!
editor