ભીલડી પોલીસ સ્ટેશનના પ્રોબેશનર અધિકારી આઈપીએસ વેદિકા બિહાનીએ ભીલડી પોલીસ સ્ટાફ સાથે મળીને છત્રાલા બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ટીમે દરોડો પાડીને બિનઅધિકૃત રીતે રેતીનું ખનન કરી રહેલા ૨ હિટાચી મશીનો અને ૧૩ ડમ્પરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ તમામ વાહનોને ડીટેન કરી આગળની કાર્યવાહી માટે પાલનપુરના ખાણ અને ખનીજ વિભાગને જાણ કરી છે. પ્રોબેશનર આઈપીએસ વેદિકા બિહાનીની આ સરાહનીય કામગીરીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે. ભીલડી પોલીસની આ કાર્યવાહી બદલ સ્થાનિક લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. ખાણ અને ખનીજ વિભાગ હવે આ મામલે આગળની તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરશે.
- April 27, 2025
0
209
Less than a minute
You can share this post!
editor

