ભીલડી; ૧૮ ખેડૂતોને ૬ લાખ ૪૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો

ભીલડી; ૧૮ ખેડૂતોને ૬ લાખ ૪૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો

વીજ તંત્રએ ૬ ટીમ બનાવી ડ્રાઈવ હાથ ધરી; ગુરૂવારના રોજ ૧૮ ખેડૂતોને ૬ લાખ ૪૦ હજારના સિંગલ ફેઝ વીજ ચોરી કરવા બદલે દંડ ફટકારવામાં આવ્યો હતો. ભીલડી પંથકમાં વીજ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટ ની જુદી જુદી ટીમો બનાવીને વીજચોરી મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૧૮ ખેડૂતોને વીજચોરી કરવા બદલ દંડ ફટકારી  કુલ ૬ લાખ ૪૦ હજારની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જેથી પંથકના વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

ભીલડી પંથકમાં સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ ૬ ટીમો બનાવીને ભીલડી પંથકના જુદા જુદા ગામડાઓમાં ખેડૂતોના સિંગલ ફેજના વીજ કનેક્શનો ચેક કરતા ૧૮ ખેડૂતોને રૂપિયા ૬લાખ ૪૦ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેના પગલે વીજચોરી કરતાં પકડાયેલાં ખેડૂતોને અંદાજે રૂપિયા રૂ ૬ લાખ ૪૦ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા વિજ ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *