ઊંચું વળતર ચુકવવાની માંગ: નહિ તો આંદોલનની ચીમકી
નેતાઓએ બિન ખેતી કરાવી ગેરરીતિ આચરી હોવાના આક્ષેપો; ભારતમાલા પ્રોજેકટ તળે જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળતા બનાસકાંઠાના અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં કલેકટરને આવેદનપત્ર આપી નવી જંત્રી મુજબ વળતર ચુકવવાની માંગ કરી હતી. અન્યથા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠામાં ભારત માલા પ્રોજેકટ તળે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. જોકે, ખેડૂતોને 2011 ની જંત્રી મુજબ નજીવું વળતર અપાતું હોવાની રાવ ઉઠી છે. ત્યારે દિયોદર, થરાદ લાખણી અને કાંકરેજ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો આજે પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ઊંચું વળતર ચુકવવાની માંગ કરી હતી.
ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાય છે નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાંથી કેન્દ્ર સરકારની યોજના થકી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ પસાર થઈ રહ્યો જેમાં છે. ભારતમાલા પ્રોજેક્ટમાં અનેક ખેડૂતોની જમીન કપાઈ રહી છે, ખેડૂતોની જમીન ભારત માલા પ્રોજેક્ટમાં સરકારએ સંપાદન કરી હોવા છતાં સરકારે યોગ્ય વળતર ન આપતા હવે ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મોટાભાગ ના તાલુકાઓમાં ભારતમાલા પ્રોજેક્ટનો રસ્તો પસાર થયો છે અને આ રસ્તાના કારણે અનેક ખેડૂતોની મોંઘા ભાવની જમીન કપાય છે. જેમાં ખેડૂતોને 2011 ની જંત્રી મુજબ નજીવું વળતર ચૂકવાય છે. જ્યારે સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓ ની મિલીભગત થકી બિન ખેતી થયેલી જમીનોના લાખો રૂપિયા ચૂકવાતા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા હતા. ત્યારે ખેડૂતો એ ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત માલા પ્રોજેક્ટ બનાસકાંઠા માંથી પસાર થઈ રહ્યો છે. જો સરકાર નવી જંત્રીના ભાવ મુજબ ખેડૂતોને વળતર આપવા નહીં આવે તો હવે ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે.
એક જગ્યાએ 2 લાખ રૂ.વિઘો અને બીજી જગ્યાએ 70 લાખ રૂ.વિઘો જમીન; ભારત માલા પ્રોજેકટ તળે જમીન સંપાદનમાં ખેડૂતોને નજીવું વળતર મળતા ખેડૂતો લાલઘૂમ થઈ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. ખેડૂતોએ કરેલા આક્ષેપો મુજબ, જમીન સંપાદન પૂર્વે નેતાઓ સહિતના લાગતા વળગતાઓએ જમીન એન.એ. કરાવી હતી. જેથી બિનખેતી જમીન થતા જમીન સંપાદનમાં ખેડૂતોની જમીન વીઘે રૂ.2 લાખ અને બીજી બાજુ વીઘે રૂ.70 લાખના ભાવ હોઈ ખેડૂતોએ 2025 ના બજાર ભાવે વળતર ચુકવવાની માંગ કરી હતી.