પાલનપુર પ્રાંત કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

પાલનપુર પ્રાંત કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

બનાસકાંઠામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળીનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ પાલનપુર પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી  સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકાર આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં એવી વિચારણા કરી રહી છે કે 70 મણ મગફળી ખરીદશે જ્યાં ખેડૂતોએ  ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે.જો સરકાર દ્વારા  દરેક ખેડૂતની 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નહી આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ઉનાળામાં પણ વહેલા વરસાદના લીધે મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં નુકશાની થયેલ છે અને તેનું પણ સરકારે વળતર આપેલ નથી.વર્તમાન ચોમાસામાં પણ મગફળીના ભાવ ખૂબ ઓછા હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. જો ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ ૨૦૦ મણ કરતાં વધારે મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી અન્યથા આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *