વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા 1000 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે એ વૃક્ષનું જતન થાય એનું ધ્યાન રાખવાનો નીર્ધાર કરાયો હતો. એક મેમ્બર એક વૃક્ષનું જતન કરે તેવો શાખા દ્વારા પ્રયાસ કરવામાં આવશે.આ વખતે રોપા વિતરણ વખતે રોપા લઈ જનાર તમામ વ્યક્તિઓનું શાખાની બહેનો દ્વારા નામ અને એમનો મોબાઇલ નંબર રજીસ્ટર કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રિજિયોનલ સેક્રેટરી દિનેશભાઈ સાથે પ્રાંત મંત્રી વિશ્વેશભાઇ, પ્રાંત પર્યાવરણ પ્રકલ્પના ગતિવિધિ કન્વીનર અનિલભાઈ સાથે શાખાના મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી, ખજાનચી નીરવભાઈ, મહિલા સહભાગીતા સોનલબેન સાથે પ્રાંત મેમ્બર અને શાખાના સભ્યો અને બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા..આ કાર્યક્રમને સફળ બનાવવા શાખાના પર્યાવરણ ગતિવિધિ કન્વીનર લાલજીભાઈ જુડાલ અને પર્યાવરણ ટીમ સભ્યો દ્વારા 1000 રોપા લાવી તેનું યોગ્ય વિતરણ અને જતન થાય તેનું વિશેષ ધ્યાન રખાયું હતું.

- June 6, 2025
0
75
Less than a minute
You can share this post!
editor