ભાભરમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર પુરતાં પ્રમાણમાં ચુકવવા ખેડૂતોની માંગ

ભાભરમાં અતિવૃષ્ટિમાં ખેતી પાકોને થયેલા નુકસાનનું વળતર પુરતાં પ્રમાણમાં ચુકવવા ખેડૂતોની માંગ

બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં પાછોતરા વરસાદે વિનાશ વેર્યો હતો. અતિવૃષ્ટિ થી ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં ખેતી પાકોને મોટું નુક્સાન થયું હતું. સરકાર દ્વારા મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ભાભર પંથકમાં ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવે તેવી સંભાવના છે. ત્યારે ભાભર તાલુકાના નેસડા ગામના સરપંચ મંછાજી માળી સાથે ખેડૂતોએ આજે ખેતી માટે પુરતાં પ્રમાણમાં પાક નિષ્ફળ સહાય ચૂકવવા માગ કરતું એક આવેદનપત્ર તાલુકા પંચાયત કચેરી ભાભર ખાતે આપવામાં આવ્યું છે.

ભાભર તાલુકાના નેસડા ગામના સરપંચ અને ખેડૂતોએ મંગળવારે ભાભર તાલુકા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં ભેગા રજુઆત કરવા માટે ગયા હતા. એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વર્ષ ૨૦૨૫/૨૬ ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવેલ ભારે વરસાદથી પાકોને નુકસાન થયું હતું. તેનું પુરતા પ્રમાણમાં સહાય ચૂકવવા રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે કૃષિ રાહત પેકેજ અંતગર્ત ૨૦૨૫/૨૫ માં ભારે વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન થયું હતું. પરંતુ નેસડા ગામમાં સર્વે ટીમ દ્વારા ૧૫૬ ખેડૂતોનું સર્વે કર્યું હતું ૫ થી ૧૦ હેકટર જમીન ધરાવતા ખેડૂતોને  માત્ર ૯૦ ગુઠા સુધી વિસ્તાર પ્રમાણે નુકશાન બતાવ્યું હતું. અને અન્ય ખેડૂતોને સર્વેથી વંચિત રાખવામાં આવ્યા હતા. જ્યારે નેસડાના ખેડૂતો દ્વારા સહાય માટે ૨૩૬ ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. જે સર્વે કરવામાં આવ્યું તે બરાબર નથી અને તમામ ખેડૂતોને પુરતાં પ્રમાણમાં સહાય ચૂકવવા અમારી માંગ છે .

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *