પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસે પેરોલ રજા ઉપરથી ફરાર આરોપીને ઝડપી પાડયો છે. ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે આજીવન કેદના પાકા કેદી જગદીશ નરશી પરમાર રહે બરવાળા તાલુકો ભાભર જિલ્લો વાવ થરાદ વાળો ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે આવેલ હોઈ જે હકીકત આધારે પોલીસે આરોપી પેરોલ રજા ઉપરથી ફરાર હતો તેને પકડી પાડી ભાભર પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

