ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારીએ સોમવારે મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરની હિંસા બાદ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી હોવાનો આરોપ લગાવતા ૨૦૨૬ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રપતિ શાસન હેઠળ કરાવવાની માંગ કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે મુર્શિદાબાદના સુતી, ધુલિયાન, જાંગીપુર અને શમશેરગંજ સહિતના ભાગોમાં ચાલી રહેલી અશાંતિ , નાગરિકોનું રક્ષણ કરવામાં અને શાંતિ જાળવવામાં રાજ્ય સરકારની અસમર્થતા દર્શાવે છે.
જ્યાં પણ હિન્દુઓ લઘુમતીમાં હોય, તેમને મતદાન કરવાથી રોકવામાં આવે છે. પોલીસ શાસક પક્ષના કાર્યકરોની જેમ કાર્ય કરે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ માટે, વિધાનસભાની ચૂંટણીઓ રાષ્ટ્રપતિ શાસન હેઠળ યોજવી જ જોઇએ, તેવું વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ કોલકાતામાં પત્રકારોને જણાવ્યું હતું.