શિક્ષણની સાથે સાથે શાળાની વિધાર્થીનીઓ આત્મનિર્ભર બને તેવા ઉદેશ સાથે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં કાયૅરત શ્રીમતી કેશરબાઈ કિલાચંદ સરકારી કન્યા વિધાલય ખાતે વ્યવસાય લક્ષી વિવિધ સેમિનાર નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ગતરોજ શાળા કેમ્પસમાં ચાલતા બ્યુટી એન્ડ વેલનેસ કોષૅ અંતગૅત વિધાર્થીનીઓના બ્યુટીશીયન બનવાના સ્વપ્ન સાકાર થાય તેવા ઉદેશ્ય સાથે સ્ક્રીન કેર અવરનેસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર મા પાટણના જાણીતા બ્યુટીશીયન દેવ્યાનીબેન તથા કૃપાબેનદ્રારા વિધાર્થીની ઓને બ્યુટી પાલૅરનુ સુંદર પ્રેકટીકલ સાથેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આ એક નવી પહેલ સરાહનીય બની હોય આગામી સમયમાં આ પ્રકલ્પ અન્ય શાળાઓને પ્રેરણાદાયી બની રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતાં શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે બ્યુટી અને વેલનેશ વિષે સેમિનાર ના માધ્યમ થી વિધાર્થીની ઓને અઢળક જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તમામ વિધાર્થીની ઓને ઉપયોગી બ્યુટી કીટ આપવામાં આવી હોય દીકરીઓના ચહેરા પરની ખુશી તેમના માટે વધુ વિચારવાનું અને કામ કરવાની ઉર્જા પુરી પાડશે અને આ દિશામાં તેમને તેમની કલ્પનાથી પણ વધું કામ કરવાનું સતત બળ મળતું રહેશે તેમ જણાવી આ વર્કશોપમાં વિનામૂલ્યે માગૅદશૅન પુરુ પાડવા માટે ઉપસ્થિત રહેલા દેવ્યાની બેન અને કૃપાબેનનો શાળા પરિવાર વતી આભાર પ્રગટ કર્યો હતો.