તેલંગાણામાં રાજકારણીઓને ટીકા સહન કરવા માટે જાડી ચામડીવાળા બનો : સુપ્રીમ કોર્ટની કડક સલાહ

તેલંગાણામાં રાજકારણીઓને ટીકા સહન કરવા માટે જાડી ચામડીવાળા બનો : સુપ્રીમ કોર્ટની કડક સલાહ

નિર્ણયથી રાજકારણીઓ માટે મહત્વપૂર્ણ ઉદાહરણ બેસાડવામાં આવ્યું કે વ્યક્તિગત કે રાજકીય હુમલાઓનો જવાબ કાયદાકીય માર્ગને બદલે રાજકીય મંચ પર જ આપવો

રાજકારણમાં ચાલી રહેલી કાનૂની લડાઈઓ પર સુપ્રીમ કોર્ટે આજે એક મોટો અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસને ફગાવી દેતા કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે રાજકીય પક્ષોએ તેમની લડાઈઓ લડવા માટે કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં.તેલંગાણા હાઈકોર્ટના નિર્ણયને બરકરાર રાખતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ, ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રન અને ન્યાયાધીશ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે ટિપ્પણી કરી કે “જો તમે રાજકારણી છો, તો તમારે આ બધી બાબતો સહન કરવાની મજબૂત કુશળતા હોવી જોઈએ.” બેન્ચે સ્પષ્ટ કર્યું કે રાજકારણીઓએ ટીકા સહન કરવા માટે “જાડી ચામડીવાળા” બનવું જોઈએ.

આ કેસ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે, જ્યારે રેવંત રેડ્ડીએ ભાજપ પર અનામતને ખતમ કરવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બદલ ભાજપના તેલંગાણા એકમે તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જોકે, હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે રેડ્ડીએ ભાજપના રાષ્ટ્રીય એકમનો ઉલ્લેખ કર્યો હતો, તેના તેલંગાણા એકમનો નહીં.આ ચુકાદાને પડકારવા માટે ભાજપે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને અપીલને ફગાવી દીધી. આ નિર્ણયથી રાજકારણીઓ માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બેસાડવામાં આવ્યું છે કે વ્યક્તિગત કે રાજકીય હુમલાઓનો જવાબ કાયદાકીય માર્ગને બદલે રાજકીય મંચ પર જ આપવો જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *