સુરત શહેરના એસ.ઓ.જી એ લાલગેટ વિસ્તારમાંથી બોગસ દસ્તાવેજો સાથે એક બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય આરોપી યુસુફ સરદાર છેલ્લા દોઢ વર્ષથી સુરતની ઝૂપડપટ્ટીમાં રહીને મજૂરી કામ કરતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આરોપીએ બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. બાતમીના આધારે એસ.ઓ.જી એ લાલગેટ પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. આરોપી વિશે મળતી માહિતી અનુસાર તે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો વતની છે. તેની પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, બોગસ ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

- January 16, 2025
0 192 Less than a minute
You can share this post!
editor