આ સમયે બાંગ્લાદેશથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ ચટ્ટોગ્રામ કોર્ટે હિંદુ નેતા ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ફગાવી દીધી છે. આનાથી બાંગ્લાદેશી હિન્દુઓને મોટો ફટકો પડ્યો છે. બાંગ્લાદેશ હિંસા કેસમાં ધરપકડ કરાયેલ હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી ચટ્ટોગ્રામ કોર્ટે ફગાવી દીધી છે. ડેઈલી સ્ટારના સમાચાર મુજબ, પૂર્વ ઈસ્કોન નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીન અરજી બાંગ્લાદેશની ચટ્ટોગ્રામ કોર્ટમાં સુનાવણી માટે મૂકવામાં આવી હતી. પરંતુ કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
કોલકાતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધા રમણ દાસે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. આપણે જાણીએ છીએ કે આખી દુનિયા આ જોઈ રહી હતી. બધાને આશા હતી કે નવા વર્ષમાં ચિન્મય પ્રભુને આઝાદી મળશે, પરંતુ 42 દિવસ પછી પણ આજે સુનાવણીમાં તેના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ સરકારે ખાતરી કરવી જોઈએ કે તેઓને ન્યાય મળે