બનાસકાંઠાનો ડંકો: ધો.10 માં 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

બનાસકાંઠાનો ડંકો: ધો.10 માં 89.29% સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે

ધો.12 સામાન્ય પ્રવાહ બાદ ધો.10 માં પણ બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં અવ્વલ નંબરે

ગત વર્ષ કરતા 03.06% વધુ પરિણામ: છાત્રોમાં ખુશીની લહેર; રાજ્ય સરકાર દ્વારા ધો.10 એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. જેમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 89.29% આવ્યું છે. ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણી એ 03.06% વધુ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

રાજ્ય સરકાર દ્વારા ધો.10 એસ.એસ.સી.ની પરીક્ષા માર્ચ:-2025 માં લેવામાં આવી હતી. ત્યારે આજે જાહેર થયેલા એસ.એસ.સી.ના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 41,637 પરિક્ષાર્થીઓ પૈકી 37,178 પરિક્ષાર્થીઓ પાસ થયા છે. જેથી જિલ્લાનું પરિણામ 89.29% આવ્યું છે. રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલા બનાસકાંઠા જિલ્લામાં 1412 વિધાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 4808 વિધાર્થીઓએ એ-ટુ ગ્રેડ,  મેળવ્યો છે. જિલ્લામાં 145 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું છે. જ્યારે જિલ્લાની એક પણ શાળાએ 0% પરિણામ મેળવ્યું ન હોવાનું ડી.ઇ.ઓ. ડો.હિતેશ પટેલે જણાવ્યું હતું.

ધોરણ 10 નું પરિણા સવારે 8 વાગે ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેથી વહેલી સવાર થી  વિદ્યાર્થીઓએ પોતાના મોબાઈલો તેમજ કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન પરિણામ જાણી લેતા પરિણામ ખૂબ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સૌથી વધુ કુંભારીયા અને સૌથી નીચું ખોડા કેન્દ્રનું; બનાસકાંઠા જિલ્લાના 184 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી ઊંચુ દાંતા તાલુકાના કુંભારીયા કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી નીચું પરિણામ ખોડા આવ્યું છે. ત્યારે પરિણામને લઈને કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.

ધો.12 બાદ ધો.10 માં પણ બનાસકાંઠા પ્રથમ; એસ.એસ.સી.ના જાહેર થયેલા પરિણામમાં 89.29% સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે રહી બનાસકાંઠા જિલ્લાએ ડંકો વગાડતા જિલ્લા શિક્ષણાધિકારી ડો.હિતેશ પટેલે તમામ વિદ્યાર્થી ઓ સહિત સારસ્વત મિત્રોને અભિનંદન પાઠવી છાત્રો ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ચાલુ વર્ષે ધો.12 સામાન્ય પ્રવાહ બાદ ધો.10 એસ.એસ.સી.માં પણ બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. જેની પાછળ ડીઈઓ ડો.હિતેશ પટેલના માર્ગદર્શન તળે ડીઈઓ કચેરી દ્વારા સતત થયેલા ઇનોવેશન અને બાળકો સુધી પરીક્ષાલક્ષી મટિરિયલ્સ પહોંચાડી પરીક્ષાલક્ષી માર્ગદર્શન જવાબદાર પરિબળ બન્યું છે.

ગત વર્ષ કરતા 03.06 % ઊંચું પરિણામ; બનાસકાંઠા જિલ્લાનું ગત વર્ષ- 2024 માં એસ.એસ.સી.નું બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 86.23% આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 89.29℅ આવ્યુ છે. જે ગત વર્ષની સરખામણીએ 03.06% વધુ આવ્યું છે.

ગત વર્ષે છઠ્ઠા ક્રમે રહેલો જિલ્લો આ વખતે પ્રથમ ક્રમે; જ્યારે ગત વર્ષે 86.23% પરિણામ સાથે રાજ્યમાં છઠ્ઠા ક્રમે આવેલ બનાસકાંઠા જિલ્લો આ વર્ષે 89.29% પરિણામ મેળવી પ્રથમ ક્રમે આવ્યો છે. આમ, જિલ્લો ગત વર્ષની સરખામણીએ છઠ્ઠા ક્રમેથી હનુમાન કૂદકો મારી પ્રથમ ક્રમે આવ્યો છે. જ્યારે ગત વર્ષે એ-વન ગ્રેડમાં 910 વિદ્યાર્થી ઓ આવ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે 1412 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં આવ્યા છે.

145% શાળાઓનું પરિણામ 100%; એક સમયે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતો બનાસકાંઠા જિલ્લો ધો.10 અને ધો.12 માં પ્રથમ ક્રમે આવ્યો છે. ત્યારે જિલ્લામાં 145 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે. જ્યારે એકપણ શાળાનું 0% પરિણામ આવ્યું નથી. જ્યારે માત્ર એક જ શાળા એ 10% થી નીચું પરિણામ મેળવ્યું છે. જિલ્લામાં જે પરિણામ વધ્યું છે તે પણ સરકારી શાળાઓનું પરિણામ સુધરવાથી વધ્યું છે. ત્યારે સરકારી શાળાઓ માં પણ ખાનગી શાળાઓ જેવું શિક્ષણ મળી રહ્યું હોવાનું પુરવાર થઇ રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *