સામરવાડા ગામે ગૌચરની જમીન ખોટા દસ્તાવેજથી પચાવી પાડી

બનાસકાંઠા
બનાસકાંઠા

 રખેવાળ ન્યુઝ  ધાનેરા : ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ગ્રામ પંચાયતના જુના સર્વે નંબર ૨૨૭ પૈકી એકની જમીન ગૌચરની છે તેની બાજુના સર્વે નંબર ૨૨૬ પૈકી  બેના મૂળ માલિક ખત્રી શંકરલાલ મૂળચંદ (રહે.ડીસા) એ આ જમીન તારીખ ૧૦/૧૦/૨૦૦૫ ના રોજ વેચાણ દસ્તાવેજથી ધાનેરાના મહેશ્વરી બિહારીલાલ બાંકીદાસને આપેલ જે જમીનમાં હાલમાં રાયડા ઓઈલ મિલ ચાલે છે તે જમીનની ઉત્તર બાજુએ સામરવાડા ગામના પટેલ વોહતાભાઈ ભગવાનભાઈએ ગૌચરની જમીનમાં ખોટી માલિકી બતાવી ગ્રામ પંચાયતની પણ ખોટી આકારણી બનાવી તેના આધારે તારીખ ૧/૧/૨૦૧૨  ના વેચાણ દસ્તાવેજથી રૂપિયા દસ લાખમાં બારોબાર બાજુમાં જમીન ધરાવતા મહેશ્વરી બિહારીલાલ બાંકીદાસને પધરાવી દીધેલ. જે જમીનની ગ્રામ પંચાયતમાં કોઈ નોંધ પડેલ નથી તેમ છતાંય બન્ને ગૌચરની જમીન હોવાનું જાણતા હોવા છતાં ખોટા દસ્તાવેજથી ગ્રામ પંચાયતની જાણ બહાર ખરીદ- વેચાણ કરી ગ્રામ પંચાયત સાથે છેતરપીંડી કરેલ હોવાની ગામના ડે.સરપંચ અમથુભાઈ તળસા ભાઈ માજીરાણાએ બન્ને વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે પી.આઇ. એસ.એ.ડાભીની રૂબરૂમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગૌચરની જમીન ઉપર બથામણીયો કબ્જો કરનાર સામે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.