મેપડામાં વીજળી પડતા યુવકનું મોત : વીજ કરંટથી અશોકગઢમાં 5 બકરીઓના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

માહ મહીનામાં માવઠું: પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ: પાલનપુરમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં. પલટો આવ્યો હતો. પાલનપુરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે, વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ થતા ખેડૂતો ચીંતાતુર બન્યા હતા.

પાલનપુર પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે વીજ કડાકા અને પવન સાથે વરસાદ પડ્યો હતો. માહ મહિનામાં માવઠું થતા દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જોકે, વરસાદ થતાં વાતાવરણ ઠંડુગાર બન્યું હતું અને ગરમીમાં લોકોને રાહત મળી હતી. પરંતુ ખેડૂતોના જીવ તાળવે ચોટયા હતા.

મેપડામાં વીજળી પડતા યુવકનું મોત: ગાજવીજ સાથે વરસાદને પગલે વડગામના મેપડા ગામે વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું હતું. વહેલી સવારે કમોસમી વરસાદ દરમ્યાન વીજળી પડતા આશાસ્પદ યુવક મોંઘજીભાઈ નવાજી વાઘેલાના મોતથી ગામના શોકનો માતમ ફેલાયો હતો. યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો હતો.

મેમદપુરમાં ખોરાકી ઝેરથી 3 પશુના મોત:જોકે, કમોસમી માવઠા વચ્ચે વડગામ તાલુકાના મેમદપુર ગામે ખોરાકી ઝેર થી ત્રણ પશુના મોત નિપજ્યા હતા. નાથુ ભાઈ ભટોળ નામના ખેડૂતનાં ત્રણ પશું નાં મોતના સમાચાર મળતા વડગામ પશુપાલન અધિકારી ઘટના સ્થળે પહોંચી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

અશોકગઢમાં વીજ કરંટથી 5 બકરીના મોત: વડગામ તાલુકાના અશોકગઢ ગામમાં વીજ કરંટ લાગવાથી પાંચ બકરીના મોત થયા હતા. વરસાદ ના કારણે વીજ વાયર તુટ્યો હતો. જે તૂટેલા વીજ વાયર નજીકથી પસાર થતા બકરીઓને કરંટ લાગતા પાંચ જેટલા બકરીઓના મોત થતા પશુપાલકને નુકસાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.