બનાસકાંઠા જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયેલા ૧૧ ઘીના સેમ્પલ નાપાસ થયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસાની ઓળખ “ડી” ફોર ડુપ્લીકેટ તરીકે સમગ્ર રાજ્યમાં કુખ્યાત થઈ ચૂકી છે. જેમાં લાંબા સમયથી ડીસા પંથકમાં ઘી, તેલ, મરચું , હળદર સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓનું ડુપ્લિકેટિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં ગાયના ઘીના ડુપ્લિકેટિંગનું પ્રમાણ સૌથી વધુ થાય છે. ” ફક્ત પૂજા માટે ઉપયોગી” એવા લેબલ લગાવી જન આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહયા છે. ડીસાના જી.આઈ.ડી.સી. અને રિશાલા બજાર સહિત હાઇવે નજીકના ખેતરોમાં ડુપ્લીકેટ ઘીની ફેકટરીઓ ધમ ધમી રહી છે હાલમાં લોકડાઉન દરમિયાન સૌથી વધુ પ્રમાણમાં ડુપ્લીકેટ તેલ અને ઘી બનાવી વેચવામાં આવ્યું છે. ફૂડ વિભાગને પણ અંધારામાં રાખી આ ભેળસેળીયા તત્વો ભેળસેળની પ્રવૃતિને અંજામ આપી રહ્યા છે.

જોકે ફૂડ વિભાગ દ્વારા પણ અવાર નવાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં તાજેતરમાં જિલ્લા ફૂડ અધિકારી બી.જી. ગામીત અને તેમની ટિમ દ્વારા ડીસા, ધાનેરા અને થરાદમાંથી ઝડપાયેલ શંકાસ્પદ ઘીના નમૂના લેબ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.   તેમાં ૧૧ જેટલા વિવિધ ઘીના સેમ્પલ તપાસ બાદ ફેલ જતા આ તમામ વિરુદ્ધ કાયદાનો ગાળિયો કસાય તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. આ બાબતે જિલ્લા ફૂડ અધિકારી બી.જી.ગામીતે જણાવ્યું હતું કે તાજેતરમાં ફૂડ વિભાગ દ્વારા ગાય છાપ ઘી, સૂબાશ દેશી ઘી, વાસ્તુ ગાય ઘી, વિશ્વા ગાય ઘી, ભૂમિ ગાય ઘી, અમુલ ઘી,આબાદ દેશી ઘી, રાધે ગોપાલ પ્રીમિયમ ગાય ઘી, ગૌ અમૃત ગાય ઘી, શુભ ગાય ઘી જેવા કુલ ૧૧ જેટલા વિવિધ બ્રાન્ડના ઘીના સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપતા આ તમામ સેમ્પલ ફેલ ગયા છે અને તમામ સેમ્પલનો ઓનલાઇન રિપોર્ટ પણ આવી ગયો છે. જોકે હાલમાં લોકડાઉન હોઈ ટપાલ બંધ હોઈ તેનો રિપોર્ટ ટપાલ દ્વારા લેખિત મળ્યા બાદ તમામ ઘી બનાવતા માલિકોને ફિઝિકલ રિપોર્ટની નોટિસ મોકલવામાં આવશે. તેમને આ સેમ્પલ ફરી ચકાસણી અર્થે મોકલવાનો ચાન્સ આપવામાં આવશે અને ત્યારબાદ આ તમામ ડુપ્લીકેટ ઘી બનાવતી કમ્પની કે માલિક વિરુદ્ધ કાયદેસર કેશની કાર્યવાહી કરવામાં આવશે.જેમાં કાર્યવાહી દરમિયાન પાંચ લાખ સુધીનો દંડ પણ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.