બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડ ચાલુ થતાં ૧.૧૭ લાખ ક્વિન્ટલ ખેત ઉત્પાદનોની આવક થઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી બનાસકાંઠા જિલ્લો બટાકાના ઉત્પાદનમાં અગ્રેસર છે. આ વર્ષે જિલ્લામાં ૬૨,૦૦૦ હેકટર જમીનમાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ડીસા માર્કેટયાર્ડ તથા ખેડુતો દ્વારા રોજની અંદાજે ૨૫૦ ગાડીઓમાં ૩૦૦૦ થી ૩૫૦૦ ટન બટાકાની લોકલ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજયમાં નિકાસ થાય છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં તરબુચ નું વાવતેર ૧૮૧૮ હેક્ટર જમીનમાં અને ટેટીનું ૩૦૪૬ હેકટરમાં કરવામાં આવ્યું છે. ખેડુતો દ્વારા રોજના અંદાજીત ૧૬ થી ૧૮ ગાડીમાં આશરે ૨૦૦ ટન તરબૂચ અને ટેટીની રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર વગેરે રાજયોમાં નિકાસ થાય છે. સરહદી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના માર્કેટયાર્ડ ચાલુ થતાં બે દિવસમાં વિવિધ ખેત ઉત્પાદનોની ૧,૧૭,૪૬૫ ક્વિન્ટલ આવક થઇ છે. જેમાં અનાજ- ૧૨,૨૪૪ ક્વિન્ટલ, કઠોળ- ૩૯૫ ક્વિન્ટલ, તેલીબીયા ૯૬,પ૪૧ ક્વિન્ટલ તથા અન્ય ૮,૨૮૪ ક્વિન્ટલ ખેત ઉત્પાદનનો સમાવેશ થાય છે. માર્કેટયાર્ડમાં સૌથી વધુ આવકની વિગત આ પ્રમાણે છે. અનાજમાં થરા માર્કેટયાર્ડ-૫,૬૭૬ ક્વિન્ટલ, કઠોળમાં પાલનપુર-૧૭૯ ક્વિન્ટલ, તેલીબીયાંમાં ડીસા-૧૯,૫૮૭ ક્વિન્ટલ અને અન્ય આવકમાં થરા ૩૨૩૪ ક્વિન્ટલનો સમાવેશ થાય છે. માર્કેટયાર્ડોમાં પ૪૪ શ્રમિકોને રોજગારી મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.