પ્રેમલગ્ન કરનાર યુવતીને બીજે પરણાવવાની પેરવી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ રામપુરા : પ્રેમ લગ્ન કરનાર યુવકની પત્નીને છેતરીને લઈ જનાર પિયરીયા તેણીને બળજબરીથી બીજે પરણાવવાની પેરવી કરતા પીડિત યુવકે ભીલડી પોલીસ મથકે રજુઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે.
ભીલડી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ડીસા તાલુકાના કુવારલા ગામના અને ધંધાર્થે અમદાવાદ રહેતા ભરતભાઇ ચમનભાઈ પરમારે ગત તા. ૧૨/૨/૧૯ ના રોજ મૂડેઠા ગામના ઈશ્વરભાઈ નાનાભાઈ પરમારની દીકરી હેતલ સાથે કાયદેસર રીતે પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ પત્ની રાજી ખુશીથી રહેતા હતા પરંતુ તેની પત્નીને તેડી જવા પિયરીયા દબાણ કરતાં હતાં પરંતુ તેમની સાથે જવા ન માંગતી તેની પત્નીએ આ બાબતે ભીલડી પોલીસ મથકે અરજી પણ કરી હતી તેમ છતાં તા. ૨૪/૪/૧૯ ના રોજ તેના પિયરીયા લગ્નના ખોટા બહાને તેને છેતરીને લઈ  ગયા હતા પણ પાછળથી વિશ્વાસઘાત કરી તેણીને ઘરમાં ગોધી રાખી છે અને તેણીને બહાર જવા દેતા નથી તેમજ તેનો પણ સંપર્ક કરવા દેતા નથી.એટલું જ નહીં, તેના ઝનૂની કાકા તેણીને ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપે છે જ્યારે તેણીના ફુવા તેને બીજે પરણવવાની પેરવી કરે છે. તેથી તેનું જીવવું મુશ્કેલ બની ગયું છે માથાભારે આ લોકો ભરતભાઇ પરમારને પણ  છૂટાછેડા આપવા ધમકીઓ આપે છે. તેથી બંને માથે મોત તોળાઈ રહયું છે જેને ગંભીરતાથી લઈ ન્યાયની અરજ ગુજારી છે. જેને લઈ પંથકમાં પણ ચકચાર છવાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.