પાલનપુરમાં આશા બહેનો 11 દિવસથી ભૂખ હડતાળ પર માંગણીઓ નહિ સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
પાલનપુરમાં આશા બહેનો 11 દિવસથી ભૂખ હડતાળ પર માંગણીઓ નહિ સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી
સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતી ત્રણેક હજાર આશા બહેનોએ ફિક્સ વેતન સહિતના પડતર પ્રશ્નોને લઈને ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. આ આંદોલન 11માં દિવસમાં પ્રવેશવા છતાં નિરાકરણ નહિ આવતા અકળાયેલી આશા વર્કર બહેનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને બાંયો ચડાવી છે. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોને 50% ટોપઅપ વધારો એપ્રિલ -2023 થી આજ દિન સુધી મળેલ નથી. 10 માસનો ટોપઅપ વધારો, ફિક્સ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની માંગણીઓને લઈને આશા વર્કર બહેનોએ પાલનપુર ખાતે ગત 28 ફેબ્રુઆરીથી ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જે ભુખ હડતાલના 8 માં દિવસે એક બહેનની તબિયત લથડી હતી. ભૂખ હડતાલ આજે 11 માં દિવસમાં પ્રવેશી છે. છતાં કોઈ નિરાકરણ ન આવતા આશા બહેનોએ આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.