દાંતીવાડા ડેમ તળિયે છતાં નહેરમાં પાણી છોડાતાં સ્થાનિકોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા : બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં અત્યારે પાણીનું પ્રમાણ બિલકુલ ઓછું હોય ડેમના તળિયા દેખાવા લાગ્યા છે.જેના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાવાની ભીતિ વચ્ચે પણ મંગળવારે ડેમમાંથી નહેરમાં પાણી છોડવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. પાણીના અભાવે ડેમ ખાલીખમ થઈ જાય તો આજુબાજુના ગામોમાં ખેતી કરવી મુશ્કેલ થઈ પડે તેમ છે.
બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન એક તરફ પાણીની તંગી છે. જ્યારે બીજી તરફ તમામ ડેમ ખાલીખમ છે. દાંતીવાડા ડેમમાંથી પિયત માટે પાણી અપાયું હતું. જે બાદ હાલમાં પીવાના પાણીના ફાંફા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે જેના લીધે પીવાનું પાણી પુરી પાડતી પાણી નર્મદા જૂથ પાણી પુરવઠાની યોજના ઠપ્પ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જિલ્લામાં ઓછા વરસાદના કારણે ઉનાળા દરમ્યાન મહામારી સર્જાય તેવી પરિસ્થિતિ છે.
જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોત ડેમ છે. પરંતુ આ વર્ષે દાંતીવાડા અને સિપુ ડેમ ખાલીખમ થતા તળિયા દેખાઈ રહ્યા છે. જ્યારે પાણીનો સંગ્રહ પણ ખૂબ ઓછો રહ્યો છે. જેના કારણે પીવા માટે પણ પાણી પૂરું પાડવાની મુશ્કેલી અત્યારથી જ ઉદભવવા પામી છે. પરંતુ જેમ ઉનાળો આગળ વધશે તેમ પીવાના પાણીની સમસ્યા વધુ ઉગ્ર બનશે. જિલ્લાના આ ડેમમાં જેટલું પાણી છે, તે પહોંચી વળે તેમ નથી ત્યારે મંગળવારના રોજ દાંતીવાડા ડેમમાંથી નહેર મારફતે ૨૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. અત્યારે દાંતીવાડા ડેમની જળ સપાટી ૫૪૨ ફુટ છે જે ૫૩૧ ફુટ પહોંચવાની સાથે દાંતીવાડા તાલુકાના ગામોમાં કુવા બોરોના તળ સુકાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વરસાદ ઓછો થવાથી દાંતીવાડા ડેમ પણ ખાલી રહ્યો હતો. જેને લઈને નર્મદા જુથ આધારિત પાઈપલાઈન વડે ડેમમાં પાણી નાખવામાં આવેલ હતુ. જેનાથી આજુબાજુ ગામડાંઓમાં તળ સચવાઈ રહે. જાકે, શિયાળું સિઝનમાં નહેરના કમાન્ડ એરીયામાં આવતા ગામોના ખેડૂતોએ વાવેતર પણ કર્યું હતું. આ બાબતે તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર જણાવ્યું હતું કે, આ વિસ્તારની માંગ અને જરૂરીયાત છે એક પણ ઉદ્યોગ નથી ખેતી બચાવવા પાણી હશે તો જ ખેતી તેમજ પશુપાલન થઈ શકશે આ બાબતે સરકારમાં રજુઆત કરીશુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.