થરાદમાં એક મહિલા નર્સને મકાન ખાલી કરવા દબાણ કરાતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : વિગતો કંઇક એવી હતી કે મુળ આંતરોલ ગામના અને થરાદના રામપુરા પીએચસી(ના પેટા કેન્દ્ર રાંણેસરી) માં મેલેરીયા ડાક્ટર તરીકે ફરજ બજાવતા એક આરોગ્ય કર્મચારીમાં ગત મંગળવારે કોરોના પોઝીટીવ જોવા મળ્યો હતો. બીજી બાજુ થરાદના રામપુરા આરોગ્ય કેંદ્વમાં એક નર્સ એકાદ મહિના પહેલાં પખવાડીયા માટે ચાર્જમાં રહી હતી. આથી સોસાયટીના લોકો દ્વારા આ નર્સને મકાન ખાલી કરવા દબાણ કરવામાં આવતું હોવાની તેણીએ બ્લોકહેલ્થ ઓફીસરને ફરિયાદ કરતાં રડી પડી હતી. અત્રે ઉલ્લેનીય છે કે સરકાર દ્વારા માનવીય અભિગમ અપનાવીને કોરોના યોદ્ધાઓને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી. તથા આ પ્રકારે મકાન ખાલી કરવાની ફરજ પાડનાર સામે કાયદેસર પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી હતી. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા સોસાયટીમાં રહેતા એજ્યુકેટેડ વ્યક્તિઓને પણ આવી ઘટના બીજી વખત ન બને તે માટે તેમાં મદદરૂપ બનવાની વિનંતી પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
થરાદમાં આમ તો પોલીસ અને નગરપાલિકા દ્વારા લોકોને માસ્ક પહેરવાની અને શોસ્યલ ડીસ્ટન્સ જાળવવાની અપીલો લાઉડસ્પીકરથી કરવામાં આવી રહી છે. પરંતુ આરોગ્ય વિભાગની ટીમ રવિવારે જાહેર જનતાને તેમના વિસ્તારમાં રહેતા આરોગ્ય પોલીસકર્મી કે સફાઇ કામદારોને મકાન ખાલી કરાવવાની ધમકી આપવી નહી, જો તેમ કરવામાં આવશે તો આમ કરનારની સામે સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે તેની જાહેર જનતાએ નોંધ લેવાની અપીલ કરતી જોવામાં આવી હતી. જો કે આમ કરવાનું કારણ પણ આરોગ્ય વિભાગમાં ચર્ચાસ્પદ બનતાં જાણવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.