થરાદ હાઇવે ઉપર ટ્રેલરની ટકકરથી બાઇક ચાલકનું મોત ટ્રેલર ચાલક ફરાર
થરાદ
થરાદ – વાવ હાઇવે ઉપર આવેલ ગોકલ ગામના પાટિયા નજીક પુર ઝડપે દોડતા ટ્રેલરના ચાલકે ગફળતભર્યું ડ્રાઇવિંગ કરી બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી જેથી બાઇક ચાલક ચારડા ગામના પ્રજાપતિ કાળાભાઈ ગંગારામભાઈ (ઉ. વર્ષ ૨૫ ) નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જો કે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં અજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા બાદમાં જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને લાશ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવના પગલે પંથકમાં અરેરાટી છવાઈ છે.