ડીસામાં પરણિત મહિલાને સળગાવવાના પ્રયાસનો આક્ષેપ

Zu426mcTpqM
બનાસકાંઠા

ડીસાના ચન્દ્રલોક વિસ્તારમાં એક પરણિત મહિલાને મિલકત બાબતે  થયેલ વિવાદમાં સાસરી પક્ષ દ્વારા જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે. 
આ અંગેની પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર ડીસાના ચંદ્રલોક વિસ્તારમાં રહેતા ધરતીબેન દિનેશભાઇ મોદી (ઉંમર વર્ષ ૨૮)ગત તારીખ ૨૧/૧/૨૦૨૦ના રોજ તેમના પતિ બહારગામ ગયા હોઇ ઘરે એકલા હતા. તે દરમિયાન બપોરે સાડા ત્રણ કલાકે  તેમના સસરા ઇશ્વરલાલ સેવન્તિલાલ કાનૂડાવાળા તેમજ દિયર યોગેશ અને દેરાણી શિવાનીબેન આવીને તેમને મકાન ખાલી કરવાનું કહેલ જો કે તેમણે ના પાડતા ત્રણેયે ગડદાપાટુનો માર મારી ઘરની બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવેલ જેથી ધરતીબેન બાથરૂમમાં સંતાઈ ગયેલા તે દરમિયાન તેમના દિયર અને દેરાણીએ પાસેની બોટલમાંથી તેમના ઉપર કેરોસીન નાખેલ જેથી તેઓ બહારની તરફ દોડી જઈને હોબાળો મચાવતા આસપાસના લોકો ભેગા થવા લાગેલ પરંતુ તેમણે ઘરના અંદર ભાગે ઓસરીને તાળું મારી દીધેલ  અને ઘરમાં પડેલ ધોકા વડે દિયર મારવા લાગેલ અને કહેલું કે તે અમારી ઉપર કરેલ પોલીસ કેશ પાછો  ખેંચ નહિ તો તને સળગાવી મારીશ આવું કહી જાનથી  મારી નાખવાની  ધમકીઓ પણ આપી હતી. આ મામલે પીડિત ધરતીબેને ઉત્તર પોલિસ મથકે તેના સસરા ઇશ્વરલાલ સેવન્તિલાલ મોદી (કાનૂડવાળા), દિયર યોગેશ ઇશ્વરલાલ મોદી (કાનૂડાવાળા) અને દેરાણી સિવાનીબેન યોગેશભાઈ મોદી (કાનૂડવાળા) સામે ફરિયાદ નોંધાવતા ઉત્તર પોલિસે ઇ.પી.કો.કલમ ૪૯૮(એ)  ૩૨૩, ૨૮૫ ,૫૦૮ (૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.