ડીસામાં ખાનગી વાહનચાલકોની દબંગગીરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં હાલમાં ઓવર બ્રિજની કામગીરી ચાલુ હોઇ અવાર નવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા રોજિંદી બની છે. જોકે તાજેતરમાં આ મુદ્દે ડીસાના ધારાસભ્ય, પોલીસ તંત્ર અને એસ.ટી. વિભાગ દ્વારા સર્કિટ હાઉસ ખાતે એક બેઠક કરી એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો. જેમાં ગાયત્રી મંદિર, જલારામ મંદિર, સાંઈબાબા સર્કલ નજીક ઉભી રહેતી તમામ બસોને નિયત સ્ટોપેજથી થોડી દુર ઉભી રાખવાની પણ તાકીદ કરવામાં આવી હતી. જેથી એસ.ટી. વિભાગ દ્વારા હંગામી બસ સ્ટોપેજ પણ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાંગાયત્રી મંદિર આવેલ બસ સ્ટેન્ડને ત્યાંથી દૂર શિવ નગર ચોકી નજીક ઉભી રાખવા માટે  હંગામી બસસ્ટેન્ડ ઉભું કરવામાં આવ્યું હતું. પરંતુ મોટા ભાગના ખાનગી વાહન ચાલકો આ જગ્યાએ અડિગો જમાવી પોતાના વાહનો પાર્ક કરી દેતા બસ ક્યાં ઉભી રાખવી ? તે સમસ્યા બસ ચાલકો માટે ઉભી થઇ છે અને જગ્યાના અભાવે બસો ઉભી ના રાખવામાં આવતા પણ મુસાફરોની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જતા મુસાફરો ભારે વિમાસણમાં મુકાયા છે.આ મામલે ટ્રાફિક પોલીસ કડકાઈ દાખવી ખાનગી વાહનોને અન્યત્ર ખસેડીને આ જગ્યા ખુલ્લી કરાવે  તેવો ઉગ્ર જનમત પ્રવર્તી રહ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.