ડીસામાં કોરોનાનો વધુ એક કેસથી ખળભળાટ : નવ માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાના ડીસામાં કોરોનાના તમામ પોઝિટિવ કેસનો સારવાર દરમિયાન રિપોર્ટ નેગેટિવ આવતા સમગ્ર ડીસા કોરોના મુક્ત બની જતા ડીસાવાસીઓએ રાહતનો દમ લીધો હતો જોકે ત્યારબાદ ડીસાનો ઓરેંજ જોનમાં સમાવેશ થતા ડીસાને લોકડાઉન ૪ દરમિયાન પણ વધુ પડતી રાહત મળી હતી અને દુકાનો સાહિત વિવિધ ઓફિસ ખોલવાની શરતી છૂટ મળી હતી. પરંતુ બુધવારે ડીસાના વાડીરોડ ઉપર રહેતા એક નવ માસની બાળકી ગુંજન નિલેશભાઈ બારોટનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.
Tags Banaskantha corona Deesa Rakhewal