કાંકરેજના પૂર્વ ધારાસભ્યના પુત્ર સાથે ૧. ૨૦ કરોડની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ
કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈના પુત્ર સાથે ૧ કરોડ ૨૦ લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે રામજી દેસાઈ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે નાગજી દેસાઈ અને સંજય નામનો આરોપી ફરાર છે. ઉલ્લેખનીય છે કે એક લગ્નપ્રસંગમાં ફરિયાદી અને આરોપીઓ બન્ને મળ્યા હતા અને ઓટોમોબાઇલનો વ્યવસાય શરૂ કરવાની વાતચીત કરી હતી. જેમાં ફરિયાદી આનંદ દેસાઈએ રોકાણ કર્યું હતું.
જો કે ફરિયાદી આનંદ દ્વારા હિસાબ માંગવામાં આવતા આરોપીઓ નાગજી અને રામજી ફરિયાદીને આત્મવિલોપનની ધમકી આપતા હતા. જેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. જયારે બે આરોપી ફરાર છે. હાલ તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.a