બનાસકાંઠામાં મહિલાઓના ફોટો પાડનાર યુવકને જાહેરમાં ઘાઘરો-ચોળી ચંપલનો હાર પહેરવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ તાલુકાના તીર્થ ગામ ખાતે મોબાઈલમાં સ્ત્રીઓના ફોટા પાડવા બે યુવકોને ભારે પડ્યું હતું. ગામમાં દાણા માગવા આવેલા બે યુવકોએ આડકતરી રીતે મહિલાઓની તસવીરો ક્લિક કરી હતી. ગ્રામજનોને આ વિશે જાણ થતાં બંનેને ગામ વચ્ચે લાવીને માર માર્યો હતો. ગામ લોકોએ બંનેને સ્ત્રીનો પહેરવેશ પહેરાવ્યો હતો અને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ફરી આવી ભૂલ ન થાય તે માટે યુવકો અને તેમના પરિવારને સમાજની બહાર કાઢી એક લાખથી વધુ રૂપિયાનો સામાજિક દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જ્યાં ભિક્ષાવૃત્તિ કરતાં કરતાં પોતાના મોબાઈલમાં મહિલાઓના ફોટા પાડતા હતા. જે ગામ લોકોની નજરે ચડતાં તેમને પકડી તેમના સમાજના લોકોને જાણ કરતાં સમાજના લોકો દોડી જઇ ગામલોકોની માફી માગી હતી. બંને યુવકોને વાવ લાવી બંને યુવકોને સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોળી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી 50 હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.