ડીસા નજીક ડમ્પરની ટક્કરે યુવકનું ઘટનાસ્થળે જ મોત
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રમુણ ગામની સીમમાં અકસ્માતની ઘટનામાં ખેડૂતનું મોત થયુ છે. ગામની સીમમાં રહેતાં ગગજીભાઇ અમથાભાઇ ઠાકોર ખેતરમાં બનાવેલા મકાનની બહાર ઉભા હતા. આ દરમ્યાન ધાનેરા તરફ જતાં એક બેફામ ડમ્પરે તેમને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મોત થયુ હતુ. જે બાદમાં પોલીસે મૃતકની લાશની પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવા કવાયત કરી હતી. સમગ્ર માલમે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર ડમ્પર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ડીસા તાલુકાના ગામે બેફામ ડમ્પરથી ટક્કરે યુવકની ઘરની આગળ જ મોત થયુ છે. ગઇકાલે સાંજે યુવક ખેતરની સીમમાં બનાવેલા ઘરની આગળ ઉભા હતા. આ દરમ્યાન ત્યાંથી પસાર થતાં બેફામ ડમ્પરે યુવકને અડફેટે લીધો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘડાકાનો અવાજ સાંભળી પરીવારના સભ્યો તાત્કાલિક દોડી આવ્યા હતા. જે બાદમાં તપાસ કરતાં ડમ્પરનો ચાલક વાહન સ્થળ પર જ મુકી નાસી છુટ્યો હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે મૃતકના ભાઇએ અજાણ્યાં ફરાર ચાલક સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે