જૂની ભીલડીમાં ભાવિ પત્નીના પ્રેમીની હેરાનગતિથી યુવકનો આપઘાત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના જૂની ભીલડી ગામે એક યુવકે પોતાની ભાવિ પત્નીના પ્રેમીની હેરાનગતિથી ત્રાસી ઘરે આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. આ અંગે મૃતકના કાકાએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે યુવકને મરવા મજબૂર કરનાર યુવતી, પ્રેમી અને મદદગારી કરનાર ત્રિપુટીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ડીસા પંથકમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, જૂની ભીલડીમાં રહેતા રણજીતજી ઉર્ફે વિજય ધનજીજી ઠાકોરના લગ્ન કાંકરેજ તાલુકાના આકોલી ગામે સરદારજી ઠાકોરની પુત્રી સાથે થવાના હતા. જો કે, તેણીને કાંકરેજ તાલુકાના વડા ગામના મલાજી ઉર્ફે પ્રકાશજી બચુજી ઠાકોર સાથે પ્રેમ હતો. આથી પ્રેમી મલાજી પાસે અવાર નવાર ફોન કરાવી તેને બિભત્સ શબ્દો ઉચ્ચારી ડરાવતો – ધમકાવતો હતો. જેમાં તેમનો એક મિત્ર રમેશજી ા્‌પિન્ટુજી) સોરાબજી ઠાકોરે (રહે. થરા આંબલી વાસ) પણ બીભત્સ વાક્યો ઉચ્ચાર્યા હતા. જેમની કનડગતથી ત્રાસી જઈ રણજીતજીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના કાકા જેસુંગજી વીરચંદજી ઠાકોરે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પી. એસ. આઇ. આશાબેન શાહએ યુવતી, પ્રેમી અને મદદગારી કરનારની પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી કોવિડ ટેસ્ટ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને લઈ પંથકમાં ચકચાર મચી ગઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.