રાજ્યમાં નાના બાળકો સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ઘાતક બીમારીનો શિકાર

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં નાના છોકરાઓ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ઘાતક બીમારીના શિકાર થઈ રહ્યા છે જેનો ઈલાજ કરવો સૌથી વધુ ખર્ચાળ છે.ત્યારે આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે સ્વયં સેવક દળના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપી બાળકો માટે સુવિધાનો ખર્ચ આપવા માંગ કરાઈ હતી. રાજ્યમાં નાના છોકરાઓ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ઘાતક બીમારીના શિકાર થઈ રહ્યા છે જેનો ઈલાજ કરવો સૌથી વધુ ખર્ચાળ છે આ બીમારીના ઈલાજ માટે ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે કોઈપણ પરિવાર માટે અસંભવ બાબત છે ત્યારે જાે આ ગંભીર બીમારીના ઈલાજની વ્યવસ્થા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે તો સામાન્ય પરિવારોના છોકરાઓને નવું જીવન મળી શકે છે હમણાં આ બીમારીનો એક નવો કેસ સામે આવ્યો છે જેમાં જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામના મૂળ નિવાસી અશોકભાઈ પરમારના પુત્ર અયાન પરમાર ફાઈનલ મુસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીનો શિકાર થયો છે . ગુજરાતમાં આ બીમારીના ચારથી પાંચ કેસ સામે આવ્યા છે અને આ બધા જ બાળકોના પરિવાર ૧૬ કરોડ રૂપિયા ખર્ચવામાં અસમર્થ થશે જેના કારણે આ બાળકોનું મૃત્યુ પણ થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.