છેલ્લા ચોવીસ કલાકની અંદર થરાદની નહેરમાં બે લોકોએ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
થરાદ નમૅદા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ: થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં બળીયા હનુમાનજી મંદિર સામે કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. થરાદ ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી યુવકનો મૃતદેહ બહાર કઢાયો અને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો. ચોવીસ કલાકથી ઓછા સમયમાં કેનાલમાં બે લોકોએ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. બનાવને પગલે પંથકમાં ચકચાર ફેલાઇ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી અનેક લોકો મોતને ભેટ્યા હોય છે.
ત્યારે આજરોજ નર્મદાની મુખ્ય કેનાલ બળિયા હનુમાનજી મંદિર સામે યુવકે મોતની છલાંગ લગાવી હતી. જેને લઈને થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત જવાનો તાત્કાલિક કેનાલ પર પહોંચી યુવકનાં મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાયો હતો અને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, અમને 12:24 કલાકે રાત્રે કોલ મળેલો કે કોઈ યુવક મોબાઈલ કેનાલની દીવાલ પર મુકી કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારે આજરોજ વહેલી સવારે થરાદની મુખ્ય નર્મદા કેનાલ બળિયા હનુમાન સામે ઘટના સ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી. એક કલાકની શોધખોળ બાદ યુવકની ડેડબોડી મળી આવેલી ડેડબોડી વાલી વારસાને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચોવીસ કલાકની અંદર થરાદની નહેરમાં બે લોકોએ ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જેમાં ગઇકાલે એક યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું અને ફાયર ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર નીકળ્યો હતો.
Tags Canal tharad two people Within