પાલનપુર – ડીસા હાઇવેઉપર વરસાદી ઝાપટું

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં જેઠ મહિનો આકરો તપી રહ્યો છે સવાર બાદથી જ સૂરજદાદા આગ ઓકવા લાગે છે તેથી કાળઝાળ ગરમીથી જનજીવન અને પશુ પંખી જીવો આકુળવ્યાકુળ થઈ ઉઠ્યા છે ત્યાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળી ગયો હતો પણ કાતિલ ગરમીથી વહેલા વરસાદની આગાહી થવા લાગી હતી જેના પગલે આખા દિવસના ઉકળાટ બાદ બપોરના સુમારે હવામાન પલટાતા આકાશમાં વાદળા ગોરંભાયા હતા અને તેજ પવન સાથે પાલનપુર – ડીસા હાઇવે ઉપર વરસાદી ઝાપટું પડ્યું હતું તેથી વાતાવરણ ઠંડુ બનતા આમપ્રજાએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ ખેતરોમાં વાઢેલી પડેલી બાજરી પલળી જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે હવામાનમાં એકાએક પલટા સાથે પ્રિ- મોન્સૂન એક્ટિવિટી સતેજ થતા હવામાન વિભાગે વહેલા વરસાદની આગાહી કરી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.