કોણ બનશે થરાદ પાલિકાના નવા મહિલા પ્રમુખ ? : આજે ફેંસલો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : અગાઉ થરાદ નગર પાલિકાના અઢી વર્ષના બીજા શાસન માટે પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી મોકુફ રહ્યા બાદ આજે (મંગળવારે) બપોરે યોજાવા જઇ રહી છે. જો કે આ વખતે સામાન્ય મહિલા અનામત બેઠક હોઇ કોણ બનશે નવા મહિલા પ્રમુખ તેની અટકળોનો પણ અંત આવશે. જોકે કાૅંગ્રેસના મહિલા દાવેદારનું નામ નક્કી થયેલું હોઇ પાંચ દિવસની લાઇફ લાઇન છતાં ભાજપ નિષ્ફળ રહેતાં કાૅંગ્રેસ સત્તાનો તાજ ઝુંટવી લેશે તેમ પણ નિશ્ચિત ચર્ચાસ્પદ બન્યું છે. થરાદ નગરપાલિકાની બીજી ટર્મ માટેના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી ગત ગુરુવારે યોજાનાર હતી. પરંતુ પ્રમુખ નગર પાલિકા ચુંટણી અધિકારીની તબીયત ખરાબ હોવાના કારણે તેઓ રજા પર હોઇ હવે મંગળવારે બપોરે ચુંટણી યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ અઢી વર્ષ ભાજપના શાસકોએ અપક્ષોના સહકારથી બહુમતી બનાવી સત્તા ભોગવી હતી. પરંતુ બાકીના અઢી વર્ષ માટે ભાજપના જ ત્રણ સદસ્યોની જ ગુલાંટના કારણે ગઢબંધન બનાવવામાં નિષ્ફળ રહેતાં ભાજપના હાથમાંથી બાજી સરકી જવા પામી હતી. અને કાૅંગ્રેસના જાનકીબેન ઓઝાનો પ્રમુખ બનવાનો માર્ગ મોકળો થવા પામ્યો હતો. જો કે નાટકીય ઢબે ૨૦ મીએ યોજાનાર ચુંટણી પાંચ દિવસ પાછી ઠેલાતાં કાૅંગ્રેસમાં હડકંપ વચ્ચે ભાજપ પણ ભાંગફોડ કરવામાં સફળ રહેશે તેવો તર્ક ચર્ચાસ્પદ બન્યો હતો. પરંતુ ભાજપ તેમાં પણ નિષ્ફળ રહેવા પામ્યું હોવાનું ચર્ચાસ્પદ બનતાં માત્ર પાંચ દિવસ ચુંટણી પાછી ઠેલાવા સિવાય કશુ સંભવ બન્યું ન હતું. આથી કાૅંગ્રેસની ઝોળીમાં હવે અઢી વર્ષની સત્તા આવશે એ પણ નિશ્ચિતપણે ચર્ચાસ્પદ બન્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.