થરામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાના નાટકમાં કોણ કેટલું લુટાણું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરા : કાંકરેજના વેપારી મથક થરામાં અવાર નવાર બે ત્રણ મહીને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાનું નાટક ભજવાય છે પણ પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી વસ્તુઓ બાકાત રહી જાય છે તે વિશે અવનવી ચર્ચામાં ગત ફેબ્રુઆરી- ૨૦૨૦માં બસ સ્ટેશનની બાજુમાં નાના જામપુર રોડ – ચિત્રકુટ સોસાયટી વચ્ચેના વિસ્તારમાંથી કોહીનૂર મસાલા ફેકટરીમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડો પડેલને મોટા પ્રમાણમાં મરચાંનો ભુકકો પકડાયેલ જે લાલ ગુલાબી, નારંગી રંગ-કલર, લાકડાનો વેર(ભુકકો), સડેલા ઘઉં કે તેના પાકનું ભુસામાં નોન પરમીટેડ તેલનો ઉપયોગ કરીને અસલ મરચાં જેવું જ મરચું બનાવી તેનો માલીક લાલખાન ઉસ્માનમીયા સીપાઈ વેચાણ ગામડાંમાં અને અભણ ગરીબ લોકોમાં વધુ કરતો હતો
તેને ત્યાં બાતમીના આધારે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડો પડયો હતો જેમાં આ પ્રકરણને દબાવી દેવા અનેક પ્રયત્નો થયા ને છેવટે સાચા ખોટામાં કોણ કેટલું ફાવ્યું એની ચર્ચામાં કોરોનાનો કહેર અને લોકડાઉન આવ્યુંને એમાં કરીયાણા-મેડીકલ સ્ટોર્સ તો ચાલુ રહયા મોટા પાયે ગુટકા તમાકુ,પાન મસાલા કરોડોના ઉતર્યા અને વેચાણા નકલી ભેળસેળયુકત ઘીનું ચોખ્ખા ગાય ભેંસના ઘીના પેકીંગ- છુટકમાં વેચાણ થયું અને થઈ રહયું એ બધા વચ્ચે અન લોકડાઉન-૧માં જાણવા મળતી માહીતી મુજબ ગઇ કાલે અચાનક કાંકરેજ તાલુકા થરામાં રાજય-જિલ્લા કક્ષા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચાર કર્મચારી આવ્યા હતાને મસાલા ભંડાર પર પાડ્‌યા દરોડાને થરામાં આવેલ અમન મસાલા ભંડાર, સોમનાથ મસાલા ભંડાર તેમજ જયમીન પ્રોવિઝન સ્ટોરમાં પાડ્‌યા…તે દરમ્યાન શંકાસ્પદ મરચું, હળદર, તેમજ ધાણાના જથ્થો મળી આવ્યો…ત્રણ મસાલા ભંડાર માંથી મરચાં,હળદર તેમજ ધાણાના સેમ્પલ લીધા આ બધા વચ્ચે “સાહેબ” આવે છે તેવી ચર્ચા આવેલ ચાર કર્મચારીઓ કરતા રહયા પણ કોઈ “સાહેબ” દેખાયા ન હતા.આ આવેલા નાના સાહેબ ક્યાંથી શું લઈ ગયાને રીપોર્ટ શું આવશે એ તો બીજા દરોડાએ જ જાણવા મળશે પણ આવા નિષ્ઠાવાન અધિકારી-કર્મચારીઓ લોકોના આરોગ્ય અને સરકારની તિજોરી સાથે ચેડાં કરતા વેપારીઓને પકડવામાં સફળ થશે ખરા ?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.